જીલ્લા ચુંટણી કચેરી
ચુંટણી કચેરી એ નાગરીકો અને ચુંટણી વહીવટી તંત્ર વચ્ચે મહત્વની કડી છે. મુકત અને ન્યાયી ચુંટણી યોજવી અને ક્ષતિ રહિત મતદારયાદી એ ચુંટણી શાખાના .પ્રાથમિક અને મહત્વના કાર્યક્ષેત્રો છે. જેના માટે ચુંટણી શાખા મતદારયાદી તૈયાર કરવી, મતદાર ઓળખપત્ર તૈયાર કરવા અને મતદાન મથકો નકકી કરવા તથા તેનું પુન: ગઠન કરવું વિગેરે જેવી કામગીરી કરે છે.
મુખ્ય કામગીરી
- મતદારોને ફોટો ઓળખ કાર્ડ આપવા.
- ઓળખ કાર્ડને લગતા સુઘારાઓ કરવા.
- ડુપ્લીકેટ ફોટો ઓળખ કાર્ડ બનાવવા.
- લોકોની માંગ મુજબ મતદારયાદીની પ્રમાણિત નકલો આપવી.
- ચૂંટણી સંબંઘિત રેકર્ડની જાળવણી
- મતપેટીઓ, ઇવીએમ, પતરાની પેટીઓ, અગાઉની મતદાર યાદીની જાળવણી
- ચૂંટણી સંબધિત સ્ટેશનરીના છાપકામને લગતી કામગીરી
- જે વિઘાનસભા મતવિભાગના ચૂંટણી અઘિકારી હોય તેની અસરકારક રીતે ચૂંટણી યોજવી.
- ઉમેદવારોના ઉમેદવારી ૫ત્રો સ્વીકારવા અને ચકાસણી કરવી.
- હરિફ ઉમેદવારોને ચૂંટણી પ્રતિકની ફાળવણી.
- ચૂંટણી સંબંઘિત નોટીસ પ્રસિઘ્ઘ કરવી.
- હરિફ ઉમેદવારોની યાદી તૈયાર કરવી.
- મત૫ત્રો છપાવવા અને સેવા મતદારોને મોકલવા.
- મતદાન મથકો માટે ચૂંટણી સામગ્રી સહિત મતદાન અઘિકારી પ્રતિનિયુકત કરવા.
- મતદાન દિવસે વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન અધિકારીઓની કાર્યો દેખરેખ અને ભારતના ચૂંટણી પંચ અને મુખ્ય
- નિર્વાચન અધિકારીને જરૂરી અહેવાલ મોકલવા.
- કાયદાકિય જોગવાઇઓ અનુસાર ચૂંટણી દરમ્યાન ન્યાયી અને વ્યાજબી રીતે મતદાન કરાવવું.
સરનામું: જીલ્લા ચુંટણી કચેરી, જિલ્લા સેવા સદન , નવસારી જિલ્લા નવસારી