જીલ્લા આપત્તિવ્યવસ્થાપન કેંદ્ર,( ડીઇઓસી)
કોઈપણ આપત્તિ દરમ્યાન તાત્કાલિક પ્રથમ પ્રતિસાદ જીલ્લા વહીવટથી હોવો જોઈએ. તેથી રાજ્ય ઇઓસી તેમજ અન્ય સ્થાનિક સ્તરેના આંતરીક ઇમરજન્સી કોમ્યુનિકેશન માટે જિલ્લા ઇઓસીનું નિર્માણ થયેલ છે
રાજ્ય સરકારશ્રી દ્વારા નક્કી કર્યા મુજબ વધુ જોખમવાળા વિસ્તારોમાં જીલ્લાઓ રાજ્ય ઇઓસીના મોડેલ સાથે તુલનાત્મક ક્ષમતા મુજબ ઇઓસી ધરાવતા હોવા જોઈએ. તદુપરાંત, જિલ્લા ઇઓસી , રાજ્ય ઇઓસી કરતાં વધુ સ્થિતિસ્થાપક હોય કારણ કે તે સ્થાનિક કટોકટીના કિસ્સામાં પ્રથમ મુખ્ય પ્રતિસાદ આપવાનો છે. ભારત સરકારના સ્પષ્ટીકરણો મુજ્બ રાજ્ય ઇઓસી, જીલ્લા ઇઓસી નું નિર્માણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. આથી સિઝમિક ઝોન – ૫ મુજબ તમામ જિલ્લા ઇઓસી માટે ડિઝાઇન અને રેખાંકનો તૈયાર કરવામાં આવ્યા હતા.
આપત્તિ ચેતવણી મોબાઇલ એપ્લિકેશન્સ
નાગરિકોને આપત્તિ, હવામાન અને તાત્કાલિક ચેતવણીઓ સમયસર પ્રાપ્ત કરવા માટે નીચે દર્શાવેલ સરકારી મોબાઇલ એપ્લિકેશન્સ અને વેબ સેવાઓનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.
| ક્રમ નં. | એપ્લિકેશન / સેવા | હેતુ | ડાઉનલોડ / લિંક |
|---|---|---|---|
| 1 | Sachet મોબાઇલ એપ્લિકેશન | અધિકૃત સરકારી સ્ત્રોતો તરફથી આપત્તિ સંબંધિત ચેતવણીઓ અને સલાહ સમયસર પ્રાપ્ત કરવા માટે. |
ડાઉનલોડ કરો |
| 2 | Mausam અને Damini મોબાઇલ એપ્લિકેશન્સ | ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જારી કરવામાં આવતી હવામાન આગાહી, ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ચેતવણીઓ પ્રાપ્ત કરવા માટે. |
IMD અમદાવાદ વેબસાઇટ |
| ક્રમ. નં | કેંદ્રનુ નામ | કંટ્રોલ રુમ ફોન નં |
|---|---|---|
| 1 | નવસારી(જિલ્લા) | ૧૦૭૭ |
| Sr.No. | શીર્ષક | ડાઉનલોડ / લિંક |
|---|---|---|
| 1 | જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન પ્લાન | ડાઉનલોડ કરો (4.1 MB) |