બંધ

ઉનાઇ માતા મંદિર

બીલીમૉરા-વધઈ રેલ્વે માર્ગ પર આવેલુ આ ગામ ઉના પાણીના કુંડૉ માટે જાણીતું છે.ગરમ પાણીના આ કુંડૉ ધણા પુરાણા છે. એવું કહેવાય છે કે, ભગવાન શ્રી રામને યજ્ઞ કરવા અહીં બ્રાહમણૉ મળી શકયા નહી તેથી હિમાલય ઉપરના ગંગાકુલગીરી સ્થળેથી બ્રાહમણૉને યજ્ઞૉ કરવા માટે બૉલાવવામા આવ્‍યા તે બ્રાહમણૉને ગરમ પાણી પુરુ પાડવા શ્રી રામે જમીનમા બાણ મારીને ગંગાનૉ ગરમ પ્રવાહ ઉત્પન્ન્‍ા કર્યો. ઉપરાંત બીજી લૉકાકૃતિ મુજબ વનવાસ ભૉગવી રહેલા શ્રી રામ સીતા અને લક્ષ્મણ જયારે દંડકારણ્‍યમા શરભંગ રૂષીના આશ્રમમાં આવ્‍યા ત્‍યારે ઋષીએ યોગ બળથી પૉતાનું દૂર્ગધયુકત ખૉળિયું બદલું તેની જાણ લક્ષ્મણને થતાં શ્રી રામનું ઘાન ઋષીના વેદના ભર્યા દર્દ પ્રત્‍યે દાર્યુ. મહારૉગથી વ્‍યથિત ઋષીની સ્થિતિ દૂર કરવા શ્રી રામે બાણ મારતા ધરતીના પેટાળમાંથી ઔષધીયુકત ઝરા બહાર ફુટયા સાથે ઉષ્ણ અંબાની ભવ મૂર્તિ પ્રગટ થઈ સીતાજીએ ઉષ્ણ અંબાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી શકિત રૂપે અહીં વસવાટ કર્યો વળી સીતાજી આ જગામા સ્નાન કરી શ્રી રામચંદ્રજી પાસે આવી ”હું નાઈ” તેમના મીઠાશ ભર્યા શબ્દૉથી આ સ્થળ ગામનું નામ ”હું નાઈ”થી અપભ્રંશ થતાં ”ઉનાઈ” થયું. અહીં આસપાસથી ઉનાઈ માતાજીના મંદિરે લૉકૉ દર્શનાર્થે આવે છે.

ફોટો ગેલેરી

  • ગરમ પાણી ઉનાઇ
    ઉનાઇ ગરમ પાણી
  • ઉનાઇ મંદિર
    ઉનાઇ માતા મંદિર
  • નવસારીનો પ્રવાસન સ્થળ
    ઉનાઇ માતા મંદિર

કેવી રીતે પહોંચવું:

વિમાન દ્વારા

ઉનાઇથી સૌથી નજીક નું એરપોર્ટ સુરત,જે 90 કિમિ દુર આવેલ છે.

ટ્રેન દ્વારા

ઉનાઇ માતા મંદિર ,નવસારી રેલવે સ્ટેશનથી 60 કિમી દૂર છે અને સુરત રેલવે સ્ટેશનથી 85 કિમી દૂર છે.

માર્ગ દ્વારા

ઉનાઇ માતા મંદિર નવસારી જીલ્લાના વાંસદા તાલુકામાં આવેલું છે. નવસારીથી ત્યાં પહોંચવા માટે રાજ્ય પરિવહન બસો ઉપલબ્ધ છે.